Article Title: Gujarati Translation | Date Created: 09/04/2013 | Date Updated: 09/04/2013 | Language: Gujarati | Category: Other | TranslatorPub.Com Rank: 196 | Views: 3160 | Comments: 0 | Ratings: 0, Average Rating: 0 (10 Max)
| Text:
આપે શું જાણવું આવશ્યક છે? માનનીય રહેવાસીઓ, અમે આપને એટલું જણાવવા માગીએ છીએ કે અમે છેલ્લાં આઠ વર્ષથી વહીવટકર્તા સમિતિમાં છીએ. શા માટે અમે એટલા લાંબા સમયથી વહીવટકર્તા સમિતિમાં છીએ અને અમે શું હાંસલ કર્યું છે? અમારી પાસે આરક્ષિત ભંડોળ યોજના છે જે દર ત્રણ વર્ષે ઈમારતના મુખ્ય ભાગો બદલવા માટે વપરાય છે અને અમે આ કામ સતત અમારી મૂક ખુશી માટે કરતા આવ્યા છીએ. જો આપને અમે આ વર્ષોમાં શું કર્યું છે તેની જાણ ના હોય તો આપ સમિતિના કોઈ ડાયરેક્ટર અથવા સંચાલનકર્તાને તે વિષે પૂછી શકો છો. અહીં રહેતાં બાળકો અને માતાપિતાઓ શાંતિપૂર્વક રહી શકે તે હેતુથી ભાડુઆતોને દૂર કરીને અમે સલામતી તંત્ર મજબૂત કર્યું છે – જો કે અમે બધા ભાડુઆતોને હટાવ્યા નથી, પરંતુ અમે તે બધાને હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ! કોઈએ સમિતિના ડાયરેક્ટરને આ બાબતે પૂછવું હોય તો તેમને/તેણીને કોઈ પણ સામાન્ય સભામાં પૂછી શકો છો! વિરોધીઓ પણ આપણા સંકુલના રહેવાસીઓ છે અને માત્ર તેઓ જ નહિ, આપનામાંથી દરેક પ્રમાણિકતા અને સત્યનિષ્ઠાપૂર્વક સંચાલક મંડળના સભ્ય થઈ શકે છે. અમે અમારા સંચાલક મંડળ કે તેના સભ્યો વિરુદ્ધ ફેલાવવામાં આવતી ગપસપ કે અફવાઓ સહન કરી શકીએ નહિ! અન્ય સંચાલક મંડળોથી અલગ, અમે હમેશાં સંગઠિત છીએ. અમે સ્થાપેલ વ્યવસ્થાતંત્ર અનુસાર સમિતિના સભ્યોને કેળવીએ છીએ જેથી તેમના માટે ઝડપથી સમજવું અને શીખવું આસાન થાય. સંચાલક મંડળ ક્યારેય, જે અમલમાં ના મૂકી શકાય તેવું કંઈ સૂચવતુ નથી અને તે જ્યારે કોર્પોરેશનની રચના થઈ ત્યારથી અમલમાં મૂકાયેલ, સરકારના નિયમો, જાહેરનામા, પેટા કાયદા અને નિયમોની મર્યાદામાં હોય છે. વિરોધીઓ આપને ભડકાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તે અસત્ય છે, જેમ કે 1) આપના એકમમાં સંચાલક મંડળને આપની પરવાનગી વિના પ્રવેશવાનો હક્ક હશે. 2) તેઓ આપને આપની ફર્શ, કેબિનેટો વગેરે ... અને દિવાલોનો રંગ બદલવાનું કહેશે. આંતરિક સુશોભન, આ આપની અંગત પસંદગી અને ઋચિની બાબત છે. પરવાનગીની આવશ્યકતા ત્યારે જ હોય જ્યારે એકમમાં નવેસરથી બાંધકામો થઈ રહ્યાં હોય અને તે ઓંટારિઓ બિલ્ડીંગ કોડનાં ધોરણો મુજબ થાય તેમજ તે બધા માલિકોના હિતનું રક્ષણ થાય તે નીચે પ્રમાણેના નિયમો મુજબનાં હોય, તેની ખાત્રી કરવા માટે પરવાનગીની આવશક્યતા હોય છે. આપ આપના વકીલને પૂછો અથવા આપના વોર્ડ કાઉન્સિલર પાસે પેટા=નિયમો લઈને જાઓ અને જુઓ કે ઉપરનાં વિધાનો સાચાં છે કે જૂઠા આક્ષેપો છે! 24 કલાકની અગાઉથી જાણ કર્યા વિના કોઈ સંચાલક મંડળ પ્રવેશ કરી શકે નહિ! આપ જો પ્રવેશ માટે ના કહો તો તેઓ પ્રવેશ કરી શકે નહિ! આપે એકમ ખરીદવા માટે રોકાણ કરવાનો નિર્ણય જીવનમાં એક વખત લીધો છે. તે આપનું ઘર છે! એ આપની આગવી અને અંગત માલિકી છે. તે આપના પરિવાર માટે પોતાની છે અને આપના ઘરમાં આપની પૂર્વ પરવાનગી વિના કોઈ પ્રવેશ કરે તે ગેરકાયદેસર છે. વાર્ષિક સામાન્ય સભા શા માટે મુલત્વી રાખવામાં આવી? વાર્ષિક સામાન્ય સભાના દિવસે વિરોધીઓએ સંચાલન કાર્યાલયમાં બળજબરીથી પ્રવેશ કર્યો, કાર્યકારી મેનેજરને ધમકી આપી અને તેના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. આવી વર્તણુક કામના સ્થળે સલામતીની પરિસ્થિતિના ભંગ તરીકે માનવામાં આવે છે. વાર્ષિક સામાન્ય સભા થતી રોકવા માટે વિરોધીઓ સંપૂર્ણપણે જવાબદાર છે. આ હિંસક વર્તણુક ગયા મહિનાની સભા જેવી જ હતી, જે સભા બિનજરૂરી કોલાહલ અને બૂમાબૂમથી પૂરી થઈ. અફવાઓ અને નનામા ચોપાનિયાં ફેલાવવાના બદલે, તેમને કહો કે તમામ પુરાવાઓ સાથે શોધે કે સંચાલક મંડળ કયું કામ કરવામાં નિષ્ફળ થયું છે! અમારા હિસાબી ચોપડાઓ જોવા માટે ખુલ્લા છે, કામગીરીની નોંધો જોવા માટે પ્રાપ્ય છે! અમે કશું છુપાવતા નથી! સંચાલક મંડળ આપની વિરુદ્ધ કંઈ કરે છે? ના.
હવે, સંચાલક મંડળના ડાયરેક્ટર્સ આ નનામુ ચોપાનિયું સમજાવવાનું પસંદ કરે છે. જે કેટલી ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યું છે. 1) આપની પસંદગીના રંગ વિષે કોઈ પણ આપને સૂચવી શકે નહિ, કારણકે તે આપની અંગત પસંદ છે કારણકે આપ કાયદેસર પસંદ કરવા હક્ક્દારછો અને કોઈ પણ સંચાલન કે મંડળ ફરજ પાડે તે ગેરકાયદેસર છે. 2) રંગની જેમ જ ફર્શ, આંતરિક સુશોભન, કેબિનેટ, ક્લોઝેટ્સ આપ પસંદ કરી શકો, જો આપ તેની મૂળ ડિઝાઈન તેમજ તેનો ઉપયોગ હેતુ ના બદલતા હોવ, સામાન્ય સેવાઓને અસર ના થતી હોય તો આપ મંડળની મંજૂરી લઈ, તો તેમ કરવા આપની પસંદ મુજબ તેમાં ફેરફાર કરી શકો છો. દાખલા તરીકે, રસોઈ કેબિનેટ/કાઉન્ટર ટોપ. 3) આપે પરવાનગી લેવી શા માટે આવસ્યક છે? અ) નવા ફેરફારથી ઘોંઘાટ થાય છે અને આપના પાડોશીના શાંત વાતાવરણમાં ખલેલ પહોંચશે. બ) સંચાલન મંડળે ખાત્રી કરવી આવશ્યક છે કે આપ મૂળ ગોઠવણમાં ફેરફાર કરીને પાણીનાં કોઈ જોડાણ અથવા વિજળી લાઈન બદલતા નથી. ક) કેટલાક સમારકામોના કિસ્સાઓમાં સંચાલકોએ ખાત્રી કરવી પડે છે કે આપ પરવાનેદાર WSIB and Liability Insurance ધરાવતા) કુશળ વ્યક્તિઓ પાસે કામ કરાવો છો. 4) આપત્કાલીન પરિસ્થિતિ (પૂર કે આગ જેવી) સિવાય આપના એકમમાં (રહેઠાણનું સ્થળ), 24 કલાકની અગાઉથી જાણ કર્યા વિના કોઈ પણ પ્રવેશ કરી શકે નહિ. 5) જે એકમોના માલિકો નિયમો પાળતા નથી તેમના દ્વારા થતા નુકશાનના કારણે અન્ય એકમોના માલિકોને અત્યારે હજારો ડોલર બિનજરૂરી રીતે ચૂકવવા પડે છે, જેનાથી નિભાવણી ખર્ચ અન્યોની ભૂલ કે અજ્ઞાનના કારણે વધતો જાય છે. આપને સરેરાશ વાર્ષિક $200.00 ચૂકવવા ગમે? 6) નિભાવણી ખર્ચ માત્ર એક જ પરિવાર માટે નક્કી કરવામાં આવેલ છે. જો કોઈ લિવિંગ રૂમ બદલીને એક બીજા બેડરૂમ તરીકે ભાડે આપવાનો વ્યવસાય કરે તો તે ગેરકાયદેસર છે અને આપણે તેમના સભ્યની સગવડો માટે પરોક્ષ રીતે ચૂકવી રહ્યા છીએ. 7) દર વર્ષે આપણી સગવડોના ઉપયોગમાં થતો વધારો નિભાવણી ખર્ચ વધારે છે, તો આપણે તેને રોકવો જ પડશે. 8) આપ સંપૂર્ણ યાદી વાંચી શકો છો અને સમજી શકો છો કે પેટા-કાયદો 7, માત્ર કોર્પોરેશનના વીમા દ્વારા સમાવેલ માલ-સામાન અંગે છે. માલ-સામાનમાં કોઈ પણ ફેરફાર માલિકના વીમા દ્વારા સમાવેશ થશે, નિભાવણી શુલ્ક દ્વારા નહિ. ઉદાહરણ અ) જો કોઈ માલિક મૂળ કાઉન્ટર ટોપ લેમિનેટના બદલે ગ્રેનાઈટનું બનાવે છે. નુકશાનના કિસ્સામાં, જેનો વીમા દ્વારા સમાવેશ થયો છે, કોર્પોરેશનના વીમા દ્વારા મૂળ સામાનની કિંમતનો સમાવેશ થશે, બાકીની રકમની જવાબદારી માલિકની અથવા તેનીવીમા કંપનીની રહેશે. જો પેટા કાયદો ના હોત તો, કોર્પોરેશનનું વીમા પ્રિમીયમ વધતું જ જાય, જેનાથી બધા સભ્યોએ નિભાવણી ખર્ચ વધારે ચૂકવવો પડે. બ) સૂકી ખુલ્લી રહેતી દિવાલને ઓછામાં ઓછો પ્રાઈમર જોઈએ. હવે, રંગ રચના સાથે સુમેળ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો વીમાની કિંમત વધી જાય. પ્રાઈમર ઉપર રંગ કરવાનો થતો વધારાનો ખર્ચ એકમના માલિકના વીમામાં સમાવવામાં આવે. વાર્ષિક સામાન્ય સભા બોલાવવા, તાજેતરમાં સંચાલક મંડળની બેઠક મળી. ભૂતકાળના અનુભવમાંથી તેઓ ઉનાળાની રજાઓ માટે વિચારવાનું શીખ્યા છે. આ રજાઓમાં ઘણા બધા રહેવાસીઓ બહાર હોય છે, તેમજ મુસ્લિમ રજાઓ ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી હોય છે. આ વિચારતાં, આપણે કોઈ સ્થળ પણ નક્કી કરવું પડશે, કારણકે આ સમય દરમિયાન શાળા ઉપલબ્ધ નથી. મેનેજર હાલમાં વિકલ્પો શોધી રહેલ છે અને અમને જેવાં પરિણામ મળશે, અમે સભા બોલાવીશું. જ્યારે, જેમણે વાર્ષિક સામાન્ય સભા ભંગ કરી હતી, તેઓ આપના હસ્તાક્ષર લેવા આવે, તેમને પૂછશો કે તેમણે વાર્ષિક સામાન્ય સભા શા માટે રોકી હતી. તેમાંના કેટલાક તો હવે એકમ માલિકો પણ નથી, તો આપ ખાત્રી કરશો કે આપ શેના ઉપર હસ્તાક્ષર કરી રહ્યા છો. વિનંતિ છે કે, નનામા ચોપાનિયાંઓ અને ઉત્પાત મચાવનારાઓ તરફ ધ્યાન આપશો નહિ. સંચાલક મંડળના ડાયરેક્ટર્સ YCC 141
|
|
|